STORYMIRROR

Dr.Pratik Nakum

Abstract

3  

Dr.Pratik Nakum

Abstract

ભાઈ - બહેનનો પ્રેમ

ભાઈ - બહેનનો પ્રેમ

1 min
991

નાનપણમાં સાથે જમીએ 

એકબીજા ના વાળ ખેંચીએ;

રમકડાં માટે ઝગડીએ

એવો ભાઈ-બહેનનો પ્રેમ.


નિશાળમાં હોઈએ ત્યારે

ટીવી રિમોટ માટે ઝગડીયે

એકબીજા ને ચીડવીએ 

મમ્મી ને જઈને ફરિયાફ કરીયે 

એવો ભાઈ-બહેનનો પ્રેમ.


કોલેજમાં આવીએ ત્યારે

એકબીજા ની ઉતારી પાડીએ

એકબીજા ને ભણવામાં મદદ કરીયે 

એકબીજાની છાની વાતો ઉઘાડી પાડવાની ધમકી આપીએ 

એવો ભાઈ-બહેનનો પ્રેમ.


લગ્ન પછી બેઉ નાનપણના દિવસો ને યાદ કરીએ 

જુના દિવસો યાદ કરી ને હસીએ 

અને એકબીજાને મળવાની રાહ જોઈએ 

એવો ભાઈ-બહેનનો પ્રેમ.


રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે 

ભાઈ માટે રક્ષા માંગે 

ને ભાઈ બહેન ને કાંઈ ગિફ્ટ જ ના આપે 

એવો ભાઈ-બહેનનો પ્રેમ 


ભાઈ બહેન માટે જીવ પણ આપે 

એની ઢાલ બનીને ઊભો રહે

અને ક્યારેક ખીજાઈ પણ લે

એવો સુંદર મજાનો ભાઈ-બહેનનો પ્રેમ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract