આજે દિવાળી છે !
આજે દિવાળી છે !
કોઈને જૂઓ અને
તમારી અંદર મેઘધનુષની જેમ રંગ પૂરાઈ જાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
સાવ સૂરસૂરિયા જેવા અસ્તિત્વને લઈને ફરતા હો
અને
અચાનક કોઈનો ઉષ્ણ શ્વાસ અડી જતામાં
તમે આખે આખા ફૂટી જાવ
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
વૃક્ષમાંથી લાકડું થઈને બારણું બની ગયેલા
તમારા સમયને કોઈની નજરનું લીલું તોરણ બંધાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
જ્યારે કોઈ મનગમતા વ્યક્તિની યાદ આવતી હોય અને
ત્યારે કો'ક પારકું માણસ પોતાનું હોવાનો અહેસાહ કરાવી જાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
જ્યારે વિખરાય ગયેલી જિંદગીમાં આપણું પોતાનું
કોક મુસ્કાનરૂપી સાથિયો પૂરાવી જાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
જ્યારે તમે મુશ્કેલીઓના શિખર પાર કરતા હોવ અને
ત્યારે તમારો નજીકનો મિત્ર એમ કહી જાય કે
"ચિંતા ના કરતો દોસ્ત, તારો ભાઈ હજી જીવે છે હો !"
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
