STORYMIRROR

Mr.Pratik Nakum

Tragedy Others

3.9  

Mr.Pratik Nakum

Tragedy Others

વરસ વીતી ગયું

વરસ વીતી ગયું

1 min
22.9K


આંખ ખૂલે એટલામાં તો વરસ વીતી ગયું,

કૈંક સૂઝે એટલામાં તો વરસ વીતી ગયું.


તન ઝુકાવ્યું મન ઝુકાવ્યું, એટલાથી શું થયું ? 

શીશ ઝૂકે, એટલામાં તો વરસ વીતી ગયું.


લાલચી સૌ બંધનોમાં જીવ સપડાઈ ગયો, 

મોહ છૂટે એટલામાં તો વરસ વીતી ગયું.


બહુ કરી ભૂલો ને અંતે સત્ય સમજાયું તને, 

ભૂલ ભૂલે એટલામાં તો વરસ વીતી ગયું. 


ઘણા બધા જોયા હતા સપનાઓ વરસની શરૂઆતમાં,

પુરા થાય એ પહેલા તો વરસ વિતી ગયું.


કરવું હતું નવું જે કોઈએ કર્યું ના હોય જીવનમાં,

હજી એવો વિચાર કર્યો ત્યાંતો વરસ વીતી ગયુ.


જિંદગીનું ખૂબ સુંદર ચિત્ર તો તે દોર્યું,પણ

રંગ પૂરે એટલામાં તો વરસ વીતી ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy