એના વિના જીવવા મનને મનાવી લીધું
એના વિના જીવવા મનને મનાવી લીધું
એના શમણાંઓ જોઈ આ મનને મનાવી લીધું,
આ ઉદાસ મનને એની યાદોથી સમજાવી દીધું,
કેમેય કરીને માનતું નથી મન એના વિના,
તોયે આ જિદ્દી મનને એના વિના જીવવા પટાવી લીધું,
વસંત આવ્યાની ખુશી પણ નથી દિલને,
બસ એની યાદોથી દિલના ચમનને સજાવી લીધું,
કહે છે કોઈના વિના કોઈ મરતું તો નથી,
પણ એનાં વિના જીવન ગુમાવી દીધું,
ભલે એના વિના જિંદગીની સફર તય તો કરી,
કિન્તુ પીડા બધી હૈયે દબાવી દીધી,
રુસ્વાઈ નથી કરવી ગમતી પ્રેમની અમને,
એટલે તો મુખને સ્મિતથી સજાવી લીધું,
ખબર છે નથી મળવાના આ ભવમાં કદી એ,
એટલે એના વિના જીવવા મનને મનાવી લીધું.
