સમાજને તો એક જ આંખ હોય છે
સમાજને તો એક જ આંખ હોય છે
માનવી જીવે એ ભ્રમમાં સમાજની જે શાખ હોય છે
પણ આ સમાજને તો એક જ આંખ હોય છે,
એની જ હવામાં વિહરે, રાખે ઉડાન એની,
પંખીની સમાજનાં તો એક જ પાંખ હોય છે,
એના રિવાજોના થડમાં નવી ડાળ કયાં ફૂટે છે !
સમાજનાં વૃક્ષને તો એક જ સાખ હોય છે,
શાણા કહે સમાજ છે તો બધું છે. છે કે નહીં ?
એ દીર્ઘદ્રષ્ટાની દ્રષ્ટિમાં તોય ઝાંખ હોય છે,
"બેદર્દ" સમાજને કોનાં ભવની પડી છે ?
એની આબરૂના મૂલ તોય લાખ હોય છે.
