STORYMIRROR

Bhavdeep Vaghela

Romance

4  

Bhavdeep Vaghela

Romance

"જોઈ શકું.."

"જોઈ શકું.."

1 min
15

આવ તું પાસે જરા, નજદીકથી જોઈ શકું,

તારી શું છે લાગણી, તારી વ્યથા સમજી શકું. 


બંધ આંખે વેદના તારી મને દેખાય ના,

ખૂબ પીડા તે સહી લીધી હશે ! ધારી શકું. 


માનવીના અભરખા ક્યારેય મરતાં તો નથી,

તોય જો હું લાલસાને પણ હવે મારી શકું. 


આમ તો હું સાવ સાદો ને સરળ લાગું ભલે,

કિન્તુ અઘરાં કામને હું ખૂબ આટોપી શકું. 


ક્યાં કહ્યું છે આપને "બેદર્દ"ને વાંચો જરા,

આ ગઝલ જો ઠીક લાગે તો નવી વાંચી શકું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance