મેઘધનુષી હોળી
મેઘધનુષી હોળી
1 min
13
ઉમંગોના સરનામા લાવી મેઘધનુષી હોળી
હાસ્ય,ખુશીની ગરિમા લાવી મેઘધનુષી હોળી,
સૌને જરૂરી છે નવજીવનમાં,
એ નવલાં નવરંગો લાવી મેઘધનુષી હોળી,
નૂતન નજરાણું લઈને સુખનાં સથવારે આવી મેઘધનુષી હોળી,
બેરંગ થતાં જીવનને આશાનાં રંગે રંગવા આવી મેઘધનુષી હોળી,
ભલે એક દિન માટે છતાં, બેદર્દનાં દર્દને ભૂલાવવા આવી મેઘધનુષી હોળી.
