STORYMIRROR

Bhavdeep Vaghela

Classics

4  

Bhavdeep Vaghela

Classics

ગુજરાતને મારા લાખો નમન છે

ગુજરાતને મારા લાખો નમન છે

1 min
13

હજારો શૂરવીર અને શહીદોના રક્તની જેમાં પ્રસરે સોડમ છે 

એવા ગૌરવવંતા ગુજરાતને મારા લાખો નમન છે,


નરસિંહના ભજનો, દયારામની ગરબી અને જ્યાં પ્રેમાનંદનું નળાખ્યાન છે,

એવા ગૌરવવંતા ગુજરાતને મારા લાખો નમન છે,


રાષ્ટ્રીય શાયર મેઘાણીનો જ્યાં જન્મ છે, સરદાર પટેલના નિર્ણયો આજેય અણનમ છે,

એવા ગૌરવવંતા ગુજરાતને મારા લાખો નમન છે,


મરીઝ, બેફામ, ઘાયલ અને ગનીની ગઝલોનું જ્યાં કાયમ ગુંજન છે, 

એવા ગૌરવવંતા ગુજરાતને મારા લાખો નમન છે,


કલાપી, ગાયકવાડ અને કૃષ્ણકુમારસિંહજી જેવા રાજવીઓનું જ્યાં શાસન છે,

એવા ગૌરવવંતા ગુજરાતને મારા લાખો નમન છે,


દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જે અહિંસાનું નિશાન છે,

એવા ગૌરવવંતા ગુજરાતને મારા લાખો નમન છે,


જ્યાં સર્વધર્મ સમભાવની ભાવના વ્યક્ત કરતાં પાવન ગ્રંથો ભગવદ્ ગીતા, બાઇબલ અને કુરઆન છે,

એવા ગૌરવવંતા ગુજરાતને મારા લાખો નમન છે,


પરમ તત્વને યાદ કરતા જ્યાં આરતી, ગરબા, ભજન અને અઝાન છે,

એવા ગૌરવવંતા ગુજરાતને મારા લાખો નમન છે,


સિંહ, સંતો અને સાહિત્યની જે ભૂમિ પહેચાન છે,

એવા ગૌરવવંતા ગુજરાતને મારા લાખો નમન છે,


જ્યાં ઊંચો ગઢ ગિરનાર, પવિત્ર પાવાગઢ, ચોટીલા, અંબાજી જેવા શિખરોને નમન છે,

એવા ગૌરવવંતા ગુજરાતને મારા લાખો નમન છે,


નર્મદા, મહી, તાપી, સરસ્વતી, હિરણ, સાબરમતી જેવી નદીઓને વંદન છે,

એવા ગૌરવવંતા ગુજરાતને મારા લાખો નમન છે,


બાર જ્યોતિર્લિંગમાનું એક સોમનાથ, જેસલ તોરલની સમાધિ, ગેબનશાહ પીર અને દાતર બાપુના થતાં લોબાન છે,

એવા ગૌરવવંતા ગુજરાતને મારા લાખો નમન છે,


વ્હાલાં, વીર અને ગરીમાપૂર્ણ ગુજરાતને "બેદર્દ"ના લાખો વંદન છે,

એવા ગૌરવવંતા ગુજરાતને મારા લાખો નમન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics