Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavdeep Vaghela

Romance

3  

Bhavdeep Vaghela

Romance

તને શું ખબર

તને શું ખબર

1 min
7


ઓ કુદરતને જોનારાં, ખુદ તને કુદરત જુએ છે તને શું ખબર !

તારી આ ઉપસ્થિતિની થઈ રહી છે કેવી અસર તને શું ખબર !


ઓ અવકાશને જોનારાં, આ ચાંદ ને સિતારા કોને નિહાળે છે તને શું ખબર !

તારી આ રોશનીથી એમની ચમકની કરતું નથી કોઈ કદર તને શું ખબર !


ઓ પૂનમને જોનારાં, તારા તેજથી ચાંદની બળી રહી છે તને શું ખબર !

તારી આ અદાઓ પૂનમનાં ચાંદને પણ ચાંદનીથી બહેકાવી રહી છે તને શું ખબર !


ઓ હાસ્યને ફેલાવનારાં, તારા સ્મિતના સાગરમાં કેટલાય તણાય છે તને શું ખબર !

ઓ નશો ફેલાવનારાં, તારા નશામાં પણ નજાકત છે તને શું ખબર !


તારી આ નશીલી અદાઓ શરાબના સામ્રાજ્યથીયે કૈફી છે તને શું ખબર !

ઓ બેદર્દને જોનારાં, હું તારી આંખોમાં મારું સર્વસ્વ ડૂબાડી દેત તને શું ખબર !


મને તારી આ નજર જો પામી શકી હોત, તો જગતને પ્રેમની સાચી પરીભાષા હું બતાવી દેત તને શું ખબર !


Rate this content
Log in

Similar gujarati poem from Romance