રિવાજ કર
રિવાજ કર
લાઈલાજ વેદનાઓ છે મારી,
બની શકે તો ઈલાજ કર,
રિસાઈ ગઈ છે લાગણીઓ મારી,
બની શકે તો પ્રેમથી એને અવાજ કર,
રિસામણે બેઠા છે,આનંદ ને ઉલ્લાસ મારા,
બની શકે તો એને મનાવવાનો રિવાજ કર,
મળી શકે મહોબતમાં, હૈયાનો તાજ,
બની શકે તો એવું કામકાજ કર,
હું તને માગું અને મારી દુઆ કબૂલ થાય,
બની શકે તો દિલથી એવી નમાજ કર.

