સ્નેહબંધન
સ્નેહબંધન
જીવનમાં એક દિવસ તમે,
મારા જીવનમાં પ્રવેશ લીધો,
એ દિવસથી સુખે કાયમ માટે,
મારા જીવનમાં પ્રવેશ લીધો.
જીવનમાં આપણે સાથે મળીને,
કેટ કેટલા સ્વપ્ન સજાવ્યા,
આજ એ પૂર્ણ કરવા આપણે,
સાથે પ્રથમ ડગ માંડ્યા.
જીવનમાં આપણા સ્નેહનો સંબંધ
ટકાવી રાખવામાં હજાર વિઘ્નો આવશે,
આપણી સામે જે વિઘ્નો આવે
એને કાયમ હાથમાં હાર મળશે.
જીવનમાં એકદિવસ અન્ય સૌ,
સાથ છોડી જતા રહેશે,
એવી ઘડીએ પણ આપણે,
એક બીજાના સાથી બની સાથ રહેશું.

