STORYMIRROR

Mahendra Pandya 'નાદ'

Romance

3  

Mahendra Pandya 'નાદ'

Romance

તું આવજે

તું આવજે

1 min
221

કોઈ ક્ષણ ! યાદ કરવા આવજે 

ભીતર વળી, સાદ કરવા આવજે,


શ્વાસના સરવાળા કરી જોઈશું,

ના ગમી પળ ! બાદ કરવા આવજે,


સાંજના સૂરજ ભણી ઊગશું,

વાયરાનો વાદ કરવા આવજે,


વાતમાં વ્હાલપ અમે લાવશું,

સ્નેહનો તું વરસાદ કરવા આવજે,


આભનું ઓજસ અહીં માણશું,

તું ! અનાહત 'નાદ' કરવા આવજે.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Romance