STORYMIRROR

Jepin Tank

Romance

3  

Jepin Tank

Romance

કંઈક તો હશે

કંઈક તો હશે

1 min
193

જો આપણે ભીડભાડવાળી જગ્યાથી દૂર

આ શાંત જગ્યા પર, પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છીએ

તો કંઈક તો હશે


જો આપણે જ્યાં હોવું જોઈએ, ત્યાં ના હોઈને

પ્રકૃતિના આ મનમોહક દ્રશ્યોનો આનંદ માણી રહ્યા છીએ

તો કંઈક તો હશે


જો બધા સંજોગો આપણી વિરુદ્ધ હોવા છતાં

આ પ્રકૃતિએ આપણને તેના ખોળામાં ફગાવી છે

તો કંઈક તો હશે


જો આપણે આ દુનિયાના શોરગુલથી દૂર

અહીં કોઈકની વાટ જોઈ રહ્યા છીએ

અને સુંદર દ્રશ્યોનો આનંદ માણી રહ્યા છીએ

તો કંઈક તો હશે


જો આપણે આપણા કામના તણાવથી દૂર

એકબીજાની બાથમાં બાથ ભરીને

આ સમી સાંજનો આનંદ લઈ રહ્યા છીએ

તો કંઈક તો હશે


જો આપણે પૈસા, નેમ, ફેમની ઝંઝટોથી દૂર

પોતાના આ નાનકડા આશિયનામાં રહી રહ્યા છીએ

તો કંઈક તો હશે


જો આપણે લોકો શું વિચારશે, શું કહેશે

તેનાથી કરોડો માઈલ દૂર, અહીં થોભી ગયા છીએ

તો કંઈક તો હશે


અને હું તો કહું છું ...


અઠવાડિયામાં એક દિવસ એવો હોવો જ જોઈએ

જ્યાં ના કોઈ મોબાઈલ હશે, ના કોઈ ટીવી હશે

જ્યાં ના કોઈ શોર હશે, ના કોઈ શોરગુલ હશે

કડવાશની જગ્યાએ જ્યાં ભાઈચારો હશે

અને હશે, તો પોતાનાં અંગતોનો સાથ હશે

જ્યાં યારો દોસ્તોની મહેફિલ સજેલી હશે


જો આપણે આ રીતે જીવન જીવતા શીખી ગયા

તો તેમાં પણ કંઈક ખાસ તો હશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance