STORYMIRROR

Jepin Tank

Romance

2  

Jepin Tank

Romance

પ્રેમ રંગ

પ્રેમ રંગ

2 mins
91

તારી આ અદ્રશ્ય સુગંધ ... મને છેડી જાય છે

તારી આ મનમોહક ગંધ ... મને તારામાં સમાવી જાય છે,


સમાવીને પરણાવી જાય છે ... પરણાવીને ભરમાવી જાય છે

તારા આ પ્રેમનો રંગ ... મને સતાવી જાય છે,


જ્યારે તું મારી શેરીઓમાંથી ... મારા દિલની ગલીઓમાંથી

કોઈ ચોથા જ આયામોમાંથી ... ઠુમકાતી - મલકાતી - મુસ્કાતી આગળ વધે


મારા બંધ પડી ગયેલા હૃદયને ... ધબકાવ

મને તારા હાથના સ્પર્શ વડે ... આગળ ધપાવ


ત્યારે મારું મારા પર નિયંત્રણ ખોવાઈ જાય છે ...

જેના લીધે મારું પાચનતંત્ર ખોરવાઈ જાય છે ...


તારી આંખોમાં જાણે જાદુ છે ...

તારી એ પાતળી કમર જાણે બેકાબૂ છે ...


મારું ધ્યાન તારા લીધે ભટકાઈ જાય છે ...

તારા સપનાઓમાં આ દીવાનો ખોવાઈ જાય છે ...


જ્યારે તું એક મુસ્કાન બનીને ... હોઠો પર આવે

જ્યારે મારા હાથની આંગળીઓ ... તારા હાથની આંગળીઓ વડે સ્પર્શ કરાવ


જ્યારે જાણે હું આ દુનિયાથી દૂર ચાલ્યો જાઉં છું ...

તારા ને મારા લગ્ન જીવનમાં ખોવાઈ જાઉં છું ...


જ્યારે વરસાદનું પાણી ... તારા તન બદનને મહેકાવી છે

જેની મહેક ... મારા રોમ રોમને ઘાયલ કરી નાખે છે


ત્યારે ન દિવસના ઉજાસમાં કંઈ ગમે છે ...

ન રાત્રીના અંધકારમાં કંઈ સૂઝે છે ...


આપણે ક્યારે બે તનમાંથી એક બનીને ...

મંત્રમુગ્ધ કરી દેનારી પ્રેમની આ ધૂનને ...

બાથમાં બાથ ભરીને ... એકબીજાનો સાથ આપીને

આનંદપૂર્વક માણીશું ... એ દ્રશ્યને સાથે રહીને


તેની રાહ જોતો ... તેનો જવાબ શોધતો

ખબર નહીં ... ક્યારનો જગ્યા કરું છું

તારી જ રાહમાં ... તને જ પામવાની ઉતાવળમાં

ખબર નહીં ... ક્યારનો ભાગ્યા કરું છું


તું જ હવે મંજીલ લાગે ... તું જ એ ઈમારત લાગશ

... તું જ હવે કુદરતની ઈબાદત લાગશ ...

જેના સલામતીની દુઆ ... હું રોજ કર્યા કરું છું


તું જ્યાંથી રોજ નીકળશ ...

જ્યાંથી તારી સુગંધનો અહેસાસ કરાવશ ...

તે બગીચાનું સૌથી સુંદર ફૂલ ... હું શોધ્યા કરું છું


માત્ર આ જ જન્મમાં નહીં ...

પરંતુ ... હર એક જન્મમાં

માત્ર તને જ પામવાની ઈચ્છા રાખ્યા કરું છું ...


કેમ કે ...

તને ખબર નહીં હોય પણ ...

બારીનું એ પતંગિયું બનીને ... 

હું જ રોજ તને સતાવ્યા કરું છું 


Rate this content
Log in

Similar gujarati poem from Romance