STORYMIRROR

Jepin Tank

Romance

3  

Jepin Tank

Romance

અહેસાસ

અહેસાસ

1 min
207

પ્રેમનો આ પહેલો અહેસાસ છે

જ્યારથી મેં તને જોયો, મને લાગ્યું, તારામાં કંઈક ખાસ છે,


પ્રેમની આ મોસમનો પહેલો અહેસાસ છે

વર્ષાઋતુની જેમ ભીનો મહેકતો, આ એક અહેસાસ છે,


ફૂલની પાંદડીની જેમ મહેકતો, આ એક ખ્વાબ છે


કઈ રીતે કહું મારી જાન...

પ્રેમનો, આ એક વિશેષ જ અહેસાસ છે,


થોડો આનંદિત કરે છે, તો થોડો ગભરાવે છે

તારો પ્રેમાળ સ્વભાવ, મને ખૂબ જ રિઝવે છે,


પ્રેમ તો હું તને ઘણો કરું છું ... 

પરંતુ તને કહેવાથી ડરું છું ...


સમંદરથી પણ ઊંડો, મારો તારા પ્રત્યેનો પ્રેમ છે

આકાશથી પણ ઊંચો, મારો તારા પ્રત્યેનો વહાલ છે,


ઝરણાંની માફક ખળખળ વહેતો, મારો તારા પ્રત્યેનો પ્રેમ છે,


પણ ખબર નહીં કેમ ...

જ્યારે તારી સાથે હોઉં છું, સુન્ન પડી જાઉં છું

આગળ શું કહેવું, તે અલ્ફાઝ ભૂલી જાઉં છું,


જો હું કલમ છું, તો તેમાં રંગ પૂરવાવાળી સ્યાહી છો તું

જો હું પેન્સિલ છું, તો મારી ભૂલોને સુધારવાવાળી રબર છો તું,


જો હું ઝાકળ છું, તો તેમાં સુવાસ મહેકાવનારી સુગંધ છો તું

જો હું પાણી છું, તો તેને શુદ્ધ કરવાવાળું પ્યોરીફાયર છો તું,


ભલે હું તને ક્યારેય પણ ના કહી શકું ...

પણ તું જ મારી પ્રેરણા મૂર્તિ છો..

જેણે આ કાયરને શાયર બનાવી દીધો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance