STORYMIRROR

Jepin Tank

Romance

2  

Jepin Tank

Romance

તારી વાત

તારી વાત

3 mins
39

આજે પણ મારી કવિતાઓમાં 

વાતો માત્ર તારી થાય છે ...

આજે પણ હોઠો પર મારા

નામ માત્ર તારું આવે છે ...

જ્યારે વાત તારી નીકળી આવે છે ...

જ્યારે વાત તારી નીકળી આવે છે ...


જ્યારે તે રાતને દિવસ કીધું;

મેં રાતને દિવસ બનાવી દીધું ...

જ્યારે તે સૂરજને ચંદ્ર કીધું;

મેં સૂરજને ચંદ્ર બનાવી દીધું ...

તે જે બોલ્યું ... મેં કર્યું; તે જે કહ્યું ... મેં કહ્યું


કેમ કે ... ક્યાંક ને ક્યાંક તું જ છો


મારી હર એક આરઝૂમાં ... તું જ વસવાટ કરે છે

મારી હર એક તમન્નાને ... તું જ પસાર કરે છે

મેં વિતાવેલા ... હર એક પળના નયનોમાં તું છો

મારી આંખોમાંથી વહેતા ... હર એક અશ્રુના આંસુઓમાં તું છો


તું જ છો ... જે મને ચલાવે

તું જ છો ... જે મારી શ્વાસોમાં વસે

તું જ છો ... જે મારી ધડકનોમાં મુસાફરી કરે છે 

તું જ છો ... જે મારી આંખોમાં સવારી કરે છે 


અને તું જ છો ...

જે મારાથી ... ન ક્યારેય પણ મગજમારી કરે છે


તું છો ... તો હું કંઇક લખી શકું છું

તું છો ... તો હું જીવી શકું છું

વગર તારા ... હું ક્યાંક ખોવાઈ જાઉં છું

ક્યાંક પોતાનામાં જ ... ભરમાઈ જાઉં છું


તને કદાચ ખબર નહીં હોય ...

તારા વગર ... હું કંઇ લખી નથી શકતો

લાખો વખત વિચાર્યા પછી પણ ... કંઇ વિચારી નથી શકતો


તું જ મારી આબરુ છો ... તું જ મારુ અભિમાન છો

તું જ સત્ય હકીકત છો ... તું જ કટુ કહેવત છો


તું છો ... તો હું કંઇક લખી શકું છું

તું છો ... તો હું કંઇક વિચારી શકું છું

વિચાર્યા વગર પણ ... ઘણું બધું બોલી જાઉં છું

કહ્યા વગર ... હવે હું ના રહી જાઉં છું


... તને પણ ખબર જ છે ...

તું પણ તેનાથી વાકેફ જ છો ... તું પણ તેનાથી રૂબરૂ જ છો


અઢળક મોહબ્બત છે ... તારાથી

અઢળક પ્રેમ છે ... તારા પર

ઘણી બધી ગુજારીશો છે ... તારાથી

આ જાન પણ કુરબાન છે ... તારા પર


તને જ મારી યાદ બનાવીને ...

તારી જ યાદોને ... મારી યાદોથી મળાવીને

હું કલાકો સુધી લખવા બેસી જાઉં છું ...


અને જ્યારે ભાન આવે છે ...

ત્યારે ત્યાંથી ... ઘણો દૂર આવી ગયો હોઉં છું 

એ રસ્તાઓની ... ઘણો નજદીક પહોંચી ગયો હોઉં છું


જ્યાં લખવા લાયક ... કંઈ જ બાકી નથી રહી જતું 

જ્યાં મળવા લાયક ... કંઈ જ અધૂરું નથી છૂટી જતું 


પણ ... આટલું બધું લખવા છતાં પણ

.... આટલું બધું હોવા છતાં પણ

અમુક સપનાઓ અધૂરા છૂટી જાય છે ...

અમુક ઈચ્છાઓ અધૂરી રહી જાય છે ...


અને જોત જોતામાં જ ...


તને યાદ કરી કરીને ...

એક કવિતા શબ્દો બનીને ઊભરાઈ આવે છે ...


જે મારી ક્ષમતાઓને ચમકાવે છે ...

જે મારાથી મને મળાવે છે ...

જે મારી કાબેલિયતને નવી ઓળખાણ અપાવે છે ...

જે મારી રુહને ઉભાર અપાવે છે ...


અને ...

ક્યારેક ક્યારેક યાદ બનીને ... દૂર ચાલી જાય છે

ક્યારેક ક્યારેક યાદ બનીને ... દૂર ચાલી જાય છે


આજે પણ મારી કવિતાઓમાં

વાતો માત્ર તારી થાય છે ...

આજે પણ હોઠો પર મારા

નામ માત્ર તારું આવે છે ...

જ્યારે વાત તારી નીકળી આવે છે ...

જ્યારે વાત તારી નીકળી આવે છે ...


Rate this content
Log in

Similar gujarati poem from Romance