STORYMIRROR

Jepin Tank

Inspirational Others

4  

Jepin Tank

Inspirational Others

નિઃશબ્દ

નિઃશબ્દ

1 min
321

જીવનમાં રડવું પણ જરૂરી છે

મંદ મંદ પવનની સાથે તોફાન આવવું પણ જરૂરી છે,


ક્યારેક શિયાળો તો ક્યારેક ઉનાળો પણ જરૂરી છે

ક્યારેક ચોમાસાની ભીનાશ પણ જરૂરી છે

તો ક્યારેક વર્ષાઋતુની હળવાશ પણ જરૂરી છે,


ક્યારેક પાકા રસ્તાની સાથે પગદંડી પર ચાલવું પણ જરૂરી છે

તો ક્યારેક વાહનોના શોરગુલની સાથે-સાથે

વિરાન રણમાં મશગુલ રહેવું પણ જરૂરી છે,


ક્યારેક સુખ પણ જરૂરી છે

ક્યારેક દુઃખ પણ જરૂરી છે

તો ક્યારેક સુખ અને દુઃખની આડમાં

નકાબ ઓઢવું પણ જરૂરી છે,


ક્યારેક તડકો પણ જરૂરી છે

ક્યારેક છાંયડો પણ જરૂરી છે

તો ક્યારેક કોઈક માટે વિધાતાના રૂપમાં 

પડછાયો બનવું પણ જરૂરી છે,


ક્યારેક ભીડમાં રહેવું પણ જરૂરી છે

ક્યારેક એકલા રહેવું પણ જરૂરી છે

તો ક્યારેક બધાની સાથે હોઈને પણ

'કોઈની સાથે ના હોવું' એ પણ જરૂરી છે,


ક્યારેક પોતાનાં જ લોકો માટે

પોતાનાં જ લોકોથી અલગ થવું પણ જરૂરી છે

તો ક્યારેક કોઈ ત્રીજા વ્યક્તિની આડમાં

બીજા વ્યક્તિને કુરબાન કરી દેવું પણ જરૂરી છે,


ક્યારેક કોઈકનાં માં માટે

અપમાન સહેવું પણ જરૂરી છે

તો ક્યારેક કોઈકના સન્માન ને બચાવવા

આત્મસન્માનને ગુમાવવું પણ જરૂરી છે,


ક્યારેક કોઈકને સાચું સાબિત કરવા

સચ્ચાઈનો સહારો લેવો પણ જરૂરી છે

તો ક્યારેક સાચા હોઈને પણ

ખોટા સાબિત થઈ જવું પણ જરૂરી છે,


ક્યારેક બીજાના ખોટા કામોનો 

સાથ આપવો પણ જરૂરી છે

તો ક્યારેક બીજાની આબરૂ બચાવવા

અસત્યના માર્ગ પર ચાલવું પણ જરૂરી છે,


ક્યારેક રાળો પાડી પાડીને પોતાનાં

નિર્દોષ હોવાનો પુરાવો આપવો પણ જરૂરી છે

તો ક્યારેક આખા મેદાનને દર્શકની જેમ

મૂકબધિર બનીને જોવું પણ જરૂરી છે,


ક્યારેક માન અપમાનની રમત રમવી પણ જરૂરી છે

તો ક્યારેક નિઃશબ્દ બનીને રમત જોવી પણ જરૂરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational