STORYMIRROR

Jepin Tank

Romance

4  

Jepin Tank

Romance

તારી મુસ્કાન

તારી મુસ્કાન

2 mins
423

ક્યારેક ક્યારેક એમ જ હસી લઉં છું હું,

તારી એ નિર્દોષ હસી જોઈને

એમ જ મલકાઈ લઉં છું હું


જ્યારથી મેં તને પહેલી વખત જોયો છે

એક સંબંધ બંધાઈ ગયો હોય તેવું થાય છે

ખબર નહીં કેમ પણ હવે 

હર એક પળ માત્ર તારી જ હોય તેવું લાગે છે


જ્યારથી હું તારાથી મળ્યો છું

થઈ ગયો છું હું ઘાયલ

તારી એક તીરછી નજર 

મને બનાવી નાખે છે ઘાયલ


જ્યારથી હું તારાથી પહેલી વખત મળ્યો છું

ત્યારથી વિચારી રહ્યો છું કે

શું આ દુનિયા ખરેખર આટલી જ ખૂબસૂરત છે

કે હું કોઈ માયાવી દુનિયામાં ફસાઈ ગયો છું


મારું આ સ્મિત જોઈને લોકો મને સમજે પાગલ છે

પર હું તેમને કઇ રીતે સમજાવું કે

પ્રેમ તો પાગલોના નસીબમાં જ તો હોય છે ને


તારી સાથે વિતાવેલા હર એક પળ મને યાદ આવે છે

એ પળને યાદ કરીને ખુશ થઈ જઉં છું હું

તું જ તો મારી પ્રેરણામૂર્તિ છો

વગર તારા મારું કોઈ અસ્તિત્વ જ નથી


તું જ તો મારી પ્રિયતમા છો

અને હું છું તારો પ્રિયતમ

બધા તો સાત જન્મમાંજ

એકબીજાથી દૂર ભાગવા લાગે છે


પરંતુ હું તો હર એક પળ હર એક દિવસ

હર એક વર્ષ હર એક જન્મ

માત્ર તારા સાથે જ વિતાવવા માંગુ છું


મારે તારા ભેગુ ઝઘડવું પણ છે

અને હું ઈચ્છું છું કે તું રીસાઈ જા

અને હું જ તને મનાવવા પણ માંગુ છું


ભલે ગમે તેટલી મુશ્કેલી આવી જાય આપણા વચ્ચે

પણ વચન આપું છું હું કે

ના હું પોતે તારાથી દૂર જઈશ

ના તને મારાથી દૂર જવા દઈશ


ખબર છે પૂર્ણતા નથી મારી અંદર

અને ન પૂર્ણતાવાદી બનવા માંગુ છું

પણ જો તું આગ્રહ કરીશ તો

પૂર્ણતાવાદી બનવાની એક કોશિશ તો જરૂર કરીશ


ખબર છે ઘણી બધી ખામીઓ હશે મારામાં

પણ મને એ પણ ખબર છે કે

મારી હર એક ખામીઓ સાથે તું મને અપનાવીશ

અને તારી મદદથી જ હું પોતાને સારો માનવી બનાવીશ


તારાથી મળીને જ તો મેં પ્રેમનો ખરો અર્થ સમજ્યો છે

ખબર નહીં તારા વગર કેમ નીકળશે આ ક્ષણો

ખબર છે મારા મુકદ્દરમાં નથી લખેલી તું

તો પણ માત્ર તને જ પામવાની ચાહત રાખું છું હું


Rate this content
Log in

Similar gujarati poem from Romance