STORYMIRROR

Nikita Panchal

Romance Others

3  

Nikita Panchal

Romance Others

જો તું આવે

જો તું આવે

1 min
175

હું કલમ પકડું, તું શબ્દો બનીને આવે,

હું ડાયરી બનું, તું યાદો બનીને આવે,


હું સવાલ કરું, તું જવાબ લઈને આવે,

હું આન્સરશીટ બનું, તું બારકોડ બનીને આવે,


હું શ્વાસ ભરું, તું ફોરમ બનીને આવે,

હું ધબકારા ગણું, તું કેલ્ક્યુલેટર બનીને આવે,


હું વિદ્યાર્થી બનું, તું સુપરવાઈઝર બનીને આવે,

હું તારા દિલની ચોરી કરું, તું ઓફિસર બનીને આવે,


હું બેચની શરૂઆત કરું, તું લાસ્ટ ડે બનીને આવે,

હું નવા સપનાં લઈને આવું, તું ઉડાન બનીને આવે,


હું સફરની શરૂઆત કરું, તું હમસફર બનીને આવે,

હું તને મારો માનું, તું મારું ભવિષ્ય બનીને આવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance