અલૌકિક જો થયું વાતવરણ
અલૌકિક જો થયું વાતવરણ
આ રમ્યતા છે ખૂબ સુંદર આવરણ
લાગે મને તાજું થયું એ સંસ્મરણ
પર્વતો, નદી ને વૃક્ષ સાથે સૂર્ય છે,
કેવું અલૌકિક જો થયું વાતાવરણ
સૂર્ય કિરણોએ પાથરી ચાદર અહીં
ત્યારે પછી કંચન થયું જીવાવરણ
આકાશ,જળ,તરુ ને હવા સંગાથ છે,
એથી હવે રમણીય થયું ભાવાવરણ
લાગે મનોહર, દ્રશ્ય આ તો ભવ્ય છે
અનુપમ ફરી એવું થયું પર્યાવરણ
- ભવદીપ વાઘેલા "ભવ્ય" ⚜️

