STORYMIRROR

Bhavdeep Vaghela

Romance

3  

Bhavdeep Vaghela

Romance

કદર કાંઈ નથી

કદર કાંઈ નથી

1 min
1

ઘણુંય છે મારાં દિલમાં પણ લખાતું કાંઈ નથી

આ કોનું વશીકરણ છે એ સમજાતું કાંઈ નથી, 


તમે કર્યા છે એવા કામણ કે તમારાં સિવાય સૂઝતું કાંઈ નથી,

વારી ગયા છે તમારા પ્રેમમાં, બાકી તમારું રૂપ બહેકાવે એ વાતમાં કાંઈ નથી,


તમે કહો છો આ તો માત્ર મિત્રતા છે પ્રેમ બ્રેમ કાંઈ નથી,

તમને એટલું માન આપી બેઠા કે, એકરાર કરવા જેવું રહ્યું કાંઈ નથી,


તમે કાંઈ મારાં જીવનમાં આવનાર પહેલાં પ્રેમિકા નથી,

તમારાં પહેલાંય મેં ઘણા પાત્રોને કહ્યું છે, કે મારી પાસે સમય જેવું કાંઈ નથી,


તમને જ ચાહું છું છતાં તમને જ પડકારું છું, મારી આ ગઝલમાં કાંઈ નથી,

હવે નવી ગઝલ નવાં જ પાત્રને સંભળાવીશ, તમને તો અમારી કદર કાંઈ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance