STORYMIRROR

Bhavdeep Vaghela

Fantasy

4  

Bhavdeep Vaghela

Fantasy

જોઈ શકું

જોઈ શકું

1 min
14

આવ તું પાસે જરા, નજદીકથી જોઈ શકું,

તારી શું છે લાગણી, તારી વ્યથા સમજી શકું,


બંધ આંખે વેદના તારી મને દેખાય ના,

ખૂબ પીડા તે સહી લીધી હશે ! ધારી શકું,


માનવીના અભરખા ક્યારેય મરતાં તો નથી,

તોય જો હું લાલસાને પણ હવે મારી શકું,


આમ તો હું સાવ સાદો ને સરળ લાગું ભલે,

કિન્તુ અઘરાં કામને હું ખૂબ આટોપી શકું,


ક્યાં કહ્યું છે આપને, "બેદર્દ"ને વાંચો જરા,

આ ગઝલ જો ઠીક લાગે તો નવી વાંચી શકું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy