STORYMIRROR

Bhavdeep Vaghela

Inspirational

4  

Bhavdeep Vaghela

Inspirational

મારી કલમ

મારી કલમ

1 min
2

ક્યાં કોઈની તાબેદાર છે મારી કલમ,

મુજ મરજીની હકદાર છે મારી કલમ.


ગમે તો એને પ્રેમથી વધાવી લેજો,

રૂપરંગનો શણગાર છે મારી કલમ


માનવીની સહનશક્તિ જ્યાં અટકી પડે,

એવીય વેદનાની આરપાર છે મારી કલમ.


આંખે ચડતાં જ હૈયું ભીંજવી નાખતી,

મીઠું હેત અનરાધાર છે મારી કલમ.


શાયરોનેય મુશાયરામાં માફક આવે કદાચ,

મારામાં છૂપી ગીતકાર છે મારી કલમ. 


માત્ર શબ્દોને સજાવી એ અટકશે નહિં,

નવીન સર્જનહાર છે મારી કલમ.


ગમની ગઝલ એ લખતી નથી છતાં,

"બેદર્દ"નો આવિષ્કાર છે મારી કલમ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational