તારી ધૂન લાગી
તારી ધૂન લાગી
જ્યારથી તારી ધૂન લાગી,
જીવવાની ઈચ્છાઓ જાગી,
ઉદાસી મારી દૂર ભાગી,
ઈશ્વર પાસે તને મેં માંગી,
તારી યાદમાં રાતભર જાગી,
મારી અણસમજુ નીંદને મેં ત્યાગી,
એક વાત કહું ખાનગી,
તારા થકી ચહેરા પર છે તાજગી,
જોઈ તારી એક ઝલક, ભાગી મારી માંદગી !

