STORYMIRROR

Nikita Panchal

Romance Others

3  

Nikita Panchal

Romance Others

કહેવું છે તને

કહેવું છે તને

1 min
151

કહેવું છે તને જો તું સમજે તો,


બનવું છે તારી આંખોની રોનક,

જો તું આંખોંમાં મને સમાવે તો,


બનવું છે તારા હોઠોની એ લાલી,

જો મને તારા હોઠોની મુસ્કાન બનાવે તો,


બનવું છે તારા કાનના એ ઝૂમકા,

જો મને કર્ણપ્રિય અવાજ બનાવે તો,


બનવું છે તારી એક લહેરાતી લટ,

જો મને તારા ગાલ પર સરકવા દે તો,


બનવું છે તારા પગની પાયલ,

જો એનો ઝણકાર મને બનાવે તો,


બનવું છે તારા હાથના કંગન,

જો તું એને મારા માટે ખનકાવે તો,


બનવું છે તારી સેંથીનું સિંદૂર,

જો તું મારા માટે લગાવે તો,


કહેવું છે તને આ જીવન તારે નામ,

જો તું મને સાથ આપે જીવનભર તો,


કહેવું છે તને પ્રેમ કરૂં છું તને જ તને,

જો તું પ્રેમ કરવાની ઇજાજત આપે તો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance