STORYMIRROR

Parag Pandya

Tragedy Inspirational

4  

Parag Pandya

Tragedy Inspirational

રંજ

રંજ

1 min
11

શાનો છે ઉદ્વેગ આટલો બધો ? જે સમય ગયો તે ગયો !

એના ના મળવાનો ખેદ શું ? જે જવાના જ હતા, ગયા !


હવે સ્મરી દુઃખી કેમ થા ? યાદ ને તો આવવાનું છે તે આવે !

કેવો ગુસ્સો ? કેવી ફરિયાદ ? જૂદાં થવાનું જ હતું તો થયાં !


એમાં ક્યાં કોઈ છે દગાબાજ ? જુદાઈ તો લખાયેલી જ ને !

જીવન પુસ્તક સમાન છે, વંચાઈ જાય તો બાજુએ મૂકાય !


નિંદરમાં આવેલું શમણું હતું, આંખો ખુલીને બસ ઉડી ગયું !

જીવન એક વૃક્ષ, પાનખર તો આવે ને પાન પીળું થઈ જાય !


ફરીથી ખીલ ફૂલ માફક જે થવાનું હતું એ થઈ ગયું હવે શું !

ના માર બૂમ-બરાડા, કાન ક્યાં છે હવે તને સાંભળવા માટે !


ને હવે આમેય ક્યાં કોઈ પાછું વળીને આવી શકે એમ છે ?

એટલી પણ ખરાબ જીંદગી નથી માટે રંજ ના કર આટલો !


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Tragedy