બતાવ તારું શાણપણ !
બતાવ તારું શાણપણ !


થયો છે સમજુ, આવ્યું છે ડહાપણ,
બંધુ, હવે તો બતાવ તારું શાણપણ !
રહ્યો છે કરી કોરોના અહીં નરભક્ષણ,
બંધુ, હવે તો કરાવ તારું પરીક્ષણ !
લાગી શકે છે ચેપ ભેગુ થૈ મહેરામણ,
બંધુ, હવે તો તાંક રસ્તો તારા ઘરભણ !
નાથી શકે છે કોરોના નાગને તું હજીપણ,
બંધુ, હવે તો પહેરી લે માસ્ક તત્તક્ષણ !
મળી શકે છે તને વણનોતર્યું આ ભારણ,
બંધુ, હવે તો કર સેનિટાઈઝ વાતાવરણ !
ફેલાઈ શકે છે આ મહામારી થૈ સંક્રમણ,
બંધું, હવે તો ધોઈ હાથ ભગાવ રજકણ !
આવી શકે છે આ કોવિડ-19નું ઘડપણ,
બંધુ, હવે તો બતાવ તારું યુવા એકપણ !
થયો છે સમજુ, આવ્યું છે ડહાપણ,
બંધુ, હવે તો બતાવ તારું શાણપણ !