STORYMIRROR

Vrajlal Sapovadia

Tragedy

4  

Vrajlal Sapovadia

Tragedy

કોવીડ-19 અને નગરચર્યા

કોવીડ-19 અને નગરચર્યા

1 min
447

શેરીના કૂતરા ભૂલી ગયા છે ભસવું 

માણસ જાણતા નથી કે કેમ ખસવું  


માર્ગ જુવે રાહ કોઈ રાહદારી નીકળે 

સંક્ર્મણની સંખ્યા વધે છે પળે પળે 


વગર તોફાને કેમ આટલા સિપાહી 

કોરોનાએ મચાવી છે કેવી તબાહી  


રસ્તા પરની દુકાનો છે બધી બંધ 

યમરાજા થઇ ગયા છે આજ અંધ 


ગ્રાહક માલ વગર ઘરમાં પુરાયા 

વેપારી ને માલ થઇ ગયા પરાયા 


દવાખાના બધા દર્દીથી ઉભરાય 

કોરોનાનું નામ સાંભળી ગભરાય 


નિશાળ કોલેજો સર્વત્ર સૂનીસૂની 

આંખો બધાની આંસુ ભીનીભીની 


શેરીના કૂતરા ભૂલી ગયા છે ભસવું 

પશ્કરો ભૂલી ગયા હસાવવું હસવું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy