STORYMIRROR

Hetalba Vaghela

Tragedy

4  

Hetalba Vaghela

Tragedy

ગઝલ - નથી

ગઝલ - નથી

1 min
148

કોઈને મારે હવે મળવું નથી

પ્રેમમાં પાછું હવે પડવું નથી


ખોવાઈ જવું છે અંધકારમાં

પાછા કોઈને હવે જડવું નથી


લાગણીતણા ખાબોચિયાથી છેતરાયો

પ્રેમ ભરતીમાંયે મારે હવે તરવું નથી


મરતો રહ્યો છું સંબંધો જીવાડવા

લાગણીની લાલચે હવે મરવું નથી


હાર્યો છું પોતાના પારકા થતા

નીજ હૃદયસાથે હવે લડવું નથી


બહુ ભટક્યો સાચા સગાની શોધમાં

હાર્યો, થાક્યો બસ હવે રખડવું નથી


દ્વેષના સંબંધોમાં બહુ અટવાયો

બહુ થયું બસ હવે સડવું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy