જીવી લે
જીવી લે


જો મળ્યો તને સમય હવે ફરિયાદ ના કરીશ,
જીવી લે, માણી લે... ફરીયાદ આ સમય કરીશ.
જીવન છે ચાલ્યા કરશે ચડતી - પડતી આવ્યા કરશે,
સમય મળ્યો છે નિજ ખાતર જીવી લે.. આ બધું તો ચાલ્યા કરે.
કેટલી લાગણી ધરબી જીવતો રહ્યો સંબંધો ખાતર,
સમય મળ્યો છે.. કરી દે પ્રદર્શિત પ્રેમ પોતાના ખાતર.
કેટલાય સપનાઓ ક્વોરેન્ટાઇન રાખ્યા છે,
એ શમણાંઓને દિશા આપવા પ્રયાણ કર.
પ્રકૃતિને સમાજ સાથે લયબદ્ધ ચાલી શકે,
એવું તું જાતનું નિર્માણ કર... નિર્માણ કર.