છું છૂપો કવિ
છું છૂપો કવિ

1 min

414
છું છૂપો કવિ હું, મને છૂપો જ રહેવા દો...
નથી જોઈતા હાથ એવાં હાથ,
જે પાળે તાળીઓ મુજ માટે.
નથી જોઈતી ભીડ જે ભેગી થાય, મુજ માટે,
નથી જોઈતી એવી આંખો, જે શોધે મુજને...
છું છૂપો કવિ મને છૂપો જ રહેવા દો.
નથી ઈચ્છતો કરે તારીફ કોઈ મારી, મુજ સામે,
ના હોઉં આ જગતમાં ન કરશો, યાદ, મુજને,
ઇચ્છુ માત્ર એટલું કે સૌ યાદ તો કરે,
પણ માત્ર "મુજ કવિતાને"
છું છૂપો કવિ મને છૂપો જ રહેવા દો,
નથી જોઈતા હાથ એવાં હાથ,
જે પાળે તાળીઓ મુજ માટે.