હું શિક્ષક છું
હું શિક્ષક છું


અહમને દરવાજા બહાર ફેંકી અંદર આવું છું,
કારણકે હું શિક્ષક છું,
ક્યારેક આવે ગુસ્સો તોયે સંયમ જાળવું છું,
કારણ કે હું શિક્ષક છું,
દરરોજ પુસ્તક લઇ પહેલા ભણવા બેસું છું,
કારણ કે હું શિક્ષક છું,
નથી મારી કોઈ જાત નથી કોઈ ધર્મ,
કારણકે હું શિક્ષક છું,
ક્યારેક બાળકો સાથે બાળક બની જાઉં છું,
કારણકે હું શિક્ષક છું,
દરરોજ કેટલાય ભાવિને એક દિશા આપું છું,
કારણકે હું શિક્ષક છું,
ક્યારેક બાળકોને ગુરુ બનાવું છું,
કારણકે હું શિક્ષક છું,
શું હું સમાજના ઘડતરનો પાયો છતાંય ક્યાંક હું રહી જાઉં છું, વેગડો
કારણકે હું શિક્ષક છું.