Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chandra Shah

Inspirational

3  

Chandra Shah

Inspirational

ચાલ વરસાદની મોસમ છે

ચાલ વરસાદની મોસમ છે

1 min
253


ચાલ વરસાદની મોસમ છે,

ગીતો ગાતા રહીએ,

ઝરમર..ઝરમર .. વર્ષામાં,

ભીના ભીના થઈએ..

ચાલ વરસાદની...


અંગ ઉપરના વસ્ત્રો નીચે,

ધબક ધબક ધબકે,

ભીની ભીની મોસમમાં,

મીઠી યાદો છલકે,

બચપનમાં કીધેલી હરકત,

આજે પાછી કરીએ,

ખોટા આડંબર અંચળાને,

ચાલ ફગાવી દઈએ.

ચાલ વરસાદની મોસમ...


હું બાબો હતો, તું બેબી હતી,

ભેદ કળાતો નહોતો,

ટગર ટગર આંખોમાં,

માસૂમ પ્રેમ ઉભરાતો,

આજે બીજા બચપનમાં એ,

વાતો તાજી કરીએ,

મર્યાદામાં રહીને થોડા,

ચેનચાળા કરી લઈએ,

ચાલ વરસાદની મોસમ...


અંગમાં જ્યારે યૌવન હતું ત્યારે,

ફૂટ્યાતા કેસરિયા ફૂલ,

છાનગપતીયા કરવામાં આપણે,

રહેતા હતા મશગુલ,

આજે બચપન - યૌવનને,

ઘડપણમાં ઘૂંટી લઈએ,

હું મોરલો તું ઢેલ બનીને,

થનગન નર્તન કરીએ,..

ચાલ વરસાદની મોસમ...


બીજી - ત્રીજી પેઢીની નજરમાં,

છોને આ બધું આવે,

તેઓ મોબાઈલના કેમેરાની,

સ્વિચ ભલે ને દબાવે,

આજની પેઢીને આપણા યૌવનની

ઝલક બતાવી દઈએ,

પછી એમના અંતરમાં પેસી,

તરબતર થઈ જઈએ.

ચાલ વરસાદની મોસમ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational