માંગુ છું
માંગુ છું
એ દોસ્ત ! દરિયો નહીં પણ ઝરણું બનવા માંગુ છું..
નદી નહીં પણ સરોવર બનવા માંગુ છું..
ભમરો નહીં પણ ફૂલ બનવા માંગુ છું....
પામવા નહીં પણ અનુભવા માંગુ છું...
તારા સુખમાં હસવા ને તારા દુઃખમાં રડવા માંગુ છું...
તારા સુખદુઃખનો પડછાયો બનવા માંગુ છું...
તારી આંખનું કાજળ બનવા માંગુ છું..
તારા દરેક સવારનું કિરણ બનવા માંગુ છું..
તારા હોઠ પર કાયમ રહે એવું હાસ્ય બનવા માંગુ છું...
તારા દુઃખમાં તારી આંખના ખૂણાનું આંસુ બનવા માંગુ છું..
જો તું માની જાય તો દરેક જન્મમાં
આપણી દોસ્તી માંગુ છું.
