માણસ ચાલ્યો દેવી ભક્તિ કરવા
માણસ ચાલ્યો દેવી ભક્તિ કરવા
નવરાત્રીમાં નવદુર્ગાની પૂજા કરી...
ધરની સ્ત્રીને ઠોકર મારી...
માણસ ચાલ્યો દેવી ભક્તિ કરવા...
શિવશક્તિને સાથે જોડી ...
ધરની માતાને વૃધ્ધાશ્રમમાં મૂકી ..
માણસ ચાલ્યો દેવી ભક્તિ કરવા...
નવરાત્રીમાં ઉપવાસ કરી ...
કોઈની મા બહેનની ઈજ્જત લૂંટી ..
માણસ ચાલ્યો દેવી ભક્તિ કરવા..
પાર્વતી સરસ્વતી દુર્ગા લક્ષ્મીની પૂજા કરી..
સ્ત્રીને કુલટા અપવિત્ર પાપી કહી...
માણસ ચાલ્યો દેવી ભક્તિ કરવા..
દુઃશાસન બની કોઈ દોપદીની લાજ લૂંટી ..
બહારથી કૃષ્ણ બની..
માણસ ચાલ્યો દેવી ભક્તિ કરવા..
ધરની સ્ત્રીને હડધુત કરી ..
બહાર સ્ત્રી સશક્તિકરણ કરી..
માણસ ચાલ્યો દેવી ભક્તિ કરવા.
