લાગણી વરસાવીએ.
લાગણી વરસાવીએ.
થોડાક નાનાં બાળકો બનીને.
વરસાદમાં હોડી બનાવી એ,
ચાલને આપણે લાગણી વરસાવીએ.
લાલચ અને સ્વાર્થને મુકીને,
નિઃસ્વાર્થ ભાવે પ્રેમ કરીએ,
ચાલને આપણે લાગણી વરસાવીએ.
કોઈ પણ ચિંતા વગર,
વરસાદમાં પલળીએ,
ચાલને આપણે લાગણી વરસાવીએ.
નાનાં બાળકોની જેમ,
પાણીમાં છબછબિયાં કરીએ,
ચાલને આપણે લાગણી વરસાવીએ.
આપણા જીવનમાં,
નિઃસ્વાર્થ લાગણીઓનું પુર લાઈએ
ચાલને આપણે લાગણી વરસાવીએ.
