STORYMIRROR

Sharmistha Contractor

Inspirational

5.0  

Sharmistha Contractor

Inspirational

જુઓ સખી

જુઓ સખી

1 min
818


જુઓ સખી આજ પેલો કેસૂડો મને કંઈ કે'ઈ !

વગડાની વાટે ઓલો ફોરમતો મને કંઈ કે'ઈ !


બોલાવે એ તો સરોવરની મહેંકાતી પાળીએ..

લલચાવે એની લાલચટ્ટક લહેરાતી ડાળીએ.


જાણે બાહો ફેલાવીને, મારગ રોકીને કંઈ કે'ઈ !

જુઓ સખી આજ પેલો કેસૂડો મને કંઈ કે'ઈ !


ધીરેથી ઢોળ્યા એણે વગડામાં અવનવા રંગ.

બદલાઈ રહ્યા છે સખી, મારાયે નીતનવા ઢંગ.


તું કાન દઈ સાંભળ સખી, ફાગણિયો તને કંઈ કે'ઈ !

જુઓ સખી આજ પેલો કેસૂડો મને કંઈ કે'ઈ !


હા, રે ! એના ઉન્માદમાં થનથન હું નાચું.

નશીલી એની ફોરમથી લથબથ હું લાજું.


પ્યારા રંગે ઝબોળીને, મદમાતો મને કંઈ કે'ઈ !

જુઓ સખી આજ પેલો કેસૂડો મને કંઈ કે'ઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational