STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

આત્મીયતા

આત્મીયતા

1 min
177


વૈચારિક સામ્ય સધાતાં આત્મીયતા આવે છે.

સમાન કાર્યપ્રણાલી થતાં આત્મીયતા આવે છે.


ક્યારેક સ્વાર્થની બુનિયાદે આત્મીયતા સંભવે,

પરસ્પર સ્નેહ ઊપજતાં આત્મીયતા આવે છે.


થાય છે દૂર દૂરી એકમેકની સામીપ્યેને સાનિધ્યે,

અરસપરસ દોષ ભૂલાતાં આત્મીયતા આવે છે.


હોય છે એકમેકમાં ઓગળવાનું ' સ્વ' ભૂલાવીને,

સમર્પણ ભાવ પ્રગટતાં આત્મીયતા આવે છે.


એક અવાજ રહે છે પછી બંને આત્માતણોને,

રંગલાખવત્ મળી જતાં આત્મીયતા આવે છે.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational