ભીની સ્મૃતિ
ભીની સ્મૃતિ
એમ તો હું મનાવી લઉ છુ પોતાને,
તારી સ્મૃિતથી પંપાળી લઉ છુ પોતાને.
બગીચામાં ફુલ ખિલ્યુ, ને યાદ આવી તારી,
જીવનનો બાગબાન કેમ લુટાઈ ગયો જાણે !
સમયે સાથે રેહવા સમય ના આપયો,
જીવનના અગત્યના પળોમાં તારો સાથ ના આપ્યો.
કાલે તો મેં દુનિયા સમજી જાણે,
તારી જૅમ પાંચ વાગે ઉઠી, તને જીવી જાણે.
તારી સ્મૃિત હ્ર્દયમાં હોવી લ્હાવો છે જાણે,
તારી સાથે વિતાવેલા પળો ઉત્સવ છે જાણે.
તારો મીઠો ઠપકો ફરી મળી જાય,
જીવન જીવવાનો માર્ગ મળી જાય.
અશ્રુઓની વસંતનો નિશ્ચય છે જાણે,
સ્મૃિતના વનમાં પાનખર લાવશે નહિ કયારેય.
આનાયસે તુ મળવા આવી જા,
માથે હાથ ફેરવી, ફરી એક વખત સૂવડાવી જા.
એમ તો હું મનાવી લઉ છુ પોતાને,
તારી સ્મૃતિથી પંપાળી લઉ છુ પોતાને.
