અર્થ
અર્થ
ગેરસમજો ઘણી થાય છે અર્થ સમજ્યા વિના,
દૂરી એકમેકની સર્જાય છે અર્થ સમજ્યા વિના.
શબ્દ એકને અર્થ ઘટાવાય છે અલગ અલગ,
સંબંધો વણસી જાય છે અર્થ સમજ્યા વિના.
સ્થળ, સમય, સંજોગ જોઈને મૂલવવું ઘટે છે,
આરોહ અવરોહ દેખાય છે અર્થ સમજ્યા વિના.
શબ્દ એક રત્નાવલીનો 'તુલસીદાસ' પ્રગટાવતો,
ઉચ્ચારે પરિવર્તન પમાય છે અર્થ સમજ્યા વિના.
શબ્દને અર્થ એકરુપ હોવા હંમેશાં નથી જરુરી,
શ્રાવકની મનોદશા વર્તાય છે અર્થ સમજ્યા વિના.
છે બીજા ક્રમે પુરુષાર્થે પૈસાની બાબતમાં વળી,
દોટ આંધળી કદી મૂકાય છે અર્થ સમજ્યા વિના.
