ભૂમિકા
ભૂમિકા
સંબંધોની સરગમથી રચાતી સ્ત્રીની ભૂમિકા,
નમણી આ નારનાં સ્વરૂપો દીસતાં નમણાં.
પ્રથમ પગલે દીકરી થઈ અવતરે એ તો,
કલરવતાં નાની પગલીએ ગૃહઆંગણા.
દ્રિતિય પગલે ભગિની થઈ રક્ષા બાંધતી,
સ્નેહના આ સગપણ સામે સર્વ વામણાં.
તૃતિય પગલે જીવનસંગિની થઈ જોડાય,
પામે ગૃહલક્ષમી સમા નામ સોહામણાં.
ચતુર્થ પગલે 'મા' પ્રેમશબ્દે એ સંબોધાય,
વિશ્વના તમામ જેની સામે અળખામણાં.
