મોબાઈલ
મોબાઈલ


માનવ આજે માનવી મટી યંત્ર થયો,
ઘણું ગુમાવી મોબાઈલને વળગતો થયો.
સંબંધ જાને કાચી માટીનો દીવો,
ચાર્જ વિનાનો માણસ નિમાયો થયો.
સામે બેસે છતાં વાત થઈ ન શકે, છતાં પણ
સોશ્યલ મીડિયા પર હાઈ, હેલ્લો કહેતો થયો.
જન્મતાની સાથે મા જોવા તરસતું બાળક,
ગળથુથી પીધા પહેલા મોબાઈલ દેખતો થયો.
અંતિમયાત્રા એ શાંતિ યાત્રા કહેવાય,
ત્યાં પણ માણસ લાઈવ થયો.
હર પળ મોબાઈલ નિરખિયા કરતો માણસ,
આજે બધાથી અલગ તરવાઈ ગયો,
માણસ આજે એકલો પડી ગયો.