એક દિકરીની વાચા
એક દિકરીની વાચા
પપ્પા,
મારે ઉંચા આકાશ માં ઉઠવુ છે,
મારે પણ ભાઈની જેમ તમારો દિકરો બનવું છે,
ભણીને મારે પણ મા-બાપનુ નામ રોશન કરવું છે,
ખરા અર્થમાં આઝાદી માણવી છે મારે,
મારે પણ તમારા ઘડપણની લાકડી બનવું છે,
હંમેશા તમારી પાસે નાનકડી પરી બનીને રહેવું છે,
તમારા નામથી ઓળખાવ છું હું પણ,
મારા નામથી ઓળખાવ એવું કરવું છે,
અડધી રાત્રે પણ બહાર જઈ શકું એવી,
આઝાદી સ્ત્રી માટે બનાવવી છે મારે્,
ભાઈ દિકરો છે એ કમાઈ ને આપશે એટલે જ,
ભણાવો છો ને તમે હું પણ કમાઈ આપીશ,
મારે અંનત આકાશનું પંખી બનવું છે,
દરિયાના મોજાની જેમ ઉછળવુ છે મારે,
આઝાદ બની મુક્તપણે ભમવું છે મારે,
મારા સપનાની ઉડાન ભરવી છે મારે.
