STORYMIRROR

papa ni dhingali

Romance

4  

papa ni dhingali

Romance

આપણે લાગણી વરસાવીએ...

આપણે લાગણી વરસાવીએ...

1 min
215

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે,

હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે,


ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે,

અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે,


નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે,

દરિયા ઊભાં ફાટ્યા રે વરસાદ ભીંજવે,


ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે,

ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે,


પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે,

નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે,


બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે,

લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે,


અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,

મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે,


થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,

કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance