ન કર
ન કર
ન કર મારા રસોઈનો અનાદર ..
હું એક અન્નપુર્ણા છું..
ન કર મારા પરિવારની ચિંતા ..
હું યમરાજ પાસેથી જીવનદાન લેનાર સાવિત્રી છું..
ન કર મારી ધીરજની કસોટી..
ચોદ વર્ષ સુધી તપ કરનાર ઉર્મિલા છું..
ન કર તું મારા ચારિત્ર્ય પર શંકા..
હું એક સતી અહલ્યા છું..
ન કર મારા પ્રેમ પર અવિશ્વાસ..
હું અગ્નિ પરિક્ષા આપનાર સીતા છું...
ન કર મારા વસ્ત્રોનું હરણ..
હું દુ:શાસનની છાતીનું લોહી પીનાર દ્રોપદી છું..
ન કર તું મારી શકિતનો પરિચય
હું ન હારનારી મહાકાળી છું.
