તું છે
તું છે
આકાશમાં ખરતો તારો છે તું,
આથમતી સંધ્યાનો ડુબતો સુરજ છે તું.
દરિયા કિનારે મળતો એક આહલાદક અનુભવ છે તું,
અધુરા રહી ગયેલા સપનાને ઉંચી ઉડાન છે તું.
મારા જીવનમાં આવેલી દરેક સમસ્યાનો ઉકેલ છે તું,
મિત્ર ના કહી શકું પણ મિત્રથી વિશેષ છે તું.
ક્યારેક પપ્પા બને છે તો ક્યારેક મમ્મી છે તું,
ક્યારેક રડવા માટે નો ખભો બને છે તું.
મારી ઉદાસીને દુર કરનાર એક ખુશી છે તું,
મારા જીવનમાં વિશ્ર્વાસની એક નાવ છે તું.
મારા દરેક દર્દની દવા છે તું,
મારા ભગવાનની દુઆ છે તું.
મારા પાપા છે તું,
મારા બેસ્ટુ છે તું.
