ચાલને આપણે લાગણી વરસાવીએ
ચાલને આપણે લાગણી વરસાવીએ
વાદળનાં ગડગડાટ અને
વીજળીના ઝણઝણાટીથી...
આપણી આંખોથી વાત કરીએ....
ચાલને આપણે લાગણી વરસાવીએ..
વરસાદમાં ઝરમર ઝરમર પલળી ને ...
દિલને ધબકાવીએ...
ચાલને આપણે લાગણી વરસાવીએ...
જેે મોર પોતાની ઢેલને મનાવે ...
તેેમ હું તને મનાવું...
ચાલને આપણે લાગણી વરસાવીએ..
હદયથી હૃદય અને આંખોની
વાતો કરીએ..
ચાલને આપણે લાગણી વરસાવીએ...
ગરમા-ગરમ ચ્હા ને તારો
મનગમતો સંગાથ..
ચાલને આપણે લાગણી વરસાવીએ...
તને જોઈ વર્ષાની હેલી આવે
પ્રેમની નવી મોસમમાં
ચાલને આપણે લાગણી વરસાવીએ...