STORYMIRROR

Priyanka Chaklasiya

Inspirational Others

4.0  

Priyanka Chaklasiya

Inspirational Others

શું ખરેખર આપણે આઝાદ થયા છીએ ?

શું ખરેખર આપણે આઝાદ થયા છીએ ?

1 min
365


આઝાદીનાં વર્ષો પછી પણ આપણે પરતંત્ર છીએ...

શું ખરેખર આપણે આઝાદ થયા છીએ ખરા ?


મોંધવારી વધારો થાય છે અને..

મધ્યમવર્ગના લોકો પીસાય છે..

શું ખરેખર આપણે આઝાદ થયા છીએ ખરા ?


અનામતને કારણે લાયકાત વગરના...

સરકારી બાબુઓ બેસાડાય છે...

શું ખરેખર આપણે આઝાદ થયા છીએ ખરા ?


સ્ત્રી સશક્તિકરણની વાત કરનારા..

નિર્ભયા કેસમાં સહાનુભૂતિ વ્યક્ત કરાય છે...

શું ખરેખર આપણે આઝાદ થયા છીએ ખરા ?


રાણી લક્ષ્મીબાઈની ધરતી પર ‌...

રોજ કોઈક દ્રોપદી લૂંટાય છે...

શું ખરેખર આપણે આઝાદ થયા છીએ ખરા ?


દહેજ પ્રથ

ા નાબૂદ કરી પરણિતાને..‌

જીવતી જ સળગાવી દેવાય છે...

શું ખરેખર આપણે આઝાદ થયા છીએ ખરા ?


નકલ કરી પાસ‌ થનારા કારણે ...

સરસ્વતીના પૂજક એવા તેજસ્વી...

યુવાધન ફાંસી ના ફદે લટકાવાય છે....

શું ખરેખર આપણે આઝાદ થયા છીએ ખરા ?


ભારત ખેતીપ્રધાન દેશ છે પણ ખેડૂતોને ...

આત્મહત્યા કરવા માટે માત્ર દેવું જ કાફી છે...

શું ખરેખર આપણે આઝાદ થયા છીએ ખરા ?


અધૂરામાં પૂરું ખેતસામગ્રીના ભાવ વધારો કરાય ...

અને ખોટના ભાવે માલ ખરીદાર છે...

જગતનો તાત હારીને આત્મહત્યા તરફ પ્રયાણ કરાય છે..

શું ખરેખર આપણે આઝાદ થયા છીએ ખરા ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational