હું અધૂરી
હું અધૂરી
ઝરમર ઝરમર વરસાદમાં.
હું અધૂરી તારી મુલાકાતમાં...
એ વીજળીના ચમકારામાં..
હું અધૂરી તારી રાહમાં...
વરસાદમાં ટપકતી બિંદુમાં..
હું અધૂરી તારા પ્રેમમાં..
એ વર્ષાની હેલીમાંં...
હું અધૂરી તારી મુસ્કાનમાં..
એ મોરના ટહુકામાં..
હું અધૂરી તારી આંખમાં..
એ ગરમા-ગરમ ચ્હામાં..
હું અધૂરી તારા સંગાથમાં..
એ કાળાડિબાંગ વાદળોમાં..
હું અધૂરી તારા પ્યારમાં...

