પિતા - પુરુષનું હદય
પિતા - પુરુષનું હદય
પ્રેમ માટે કઠોર બની જતા પુરુષ દિલને,
એકવાર સ્નેહધારાથી ભીંજવી તો જુઓ.
કુટુંબ માટે બધા સામે લડી જતા પુરુષને,
તેની પોતાની દીકરી સામે જીતાવી તો જુઓ.
બાવીસ વર્ષ નજર સામે ઉછરેલી દીકરીની,
વિદાયવેળાએ થતી પીડાને જાણી તો જુઓ.
કુટુંબના સુખ માટે એકધારી પાંત્રીસ વર્ષની નોકરી,
કયારેક તેમની જગ્યાએ પોતાને સરખાવી તો જુઓ.
આપણી હર પળે ચિંતા કરનાર એ હદયને,
ક્યારેક 'કેમ છો?' એ સ્નેહથી પૂછી તો જુઓ.
આપણી જરૂરિયાતોનો ખડકલો કર્યો સામે,
તેમની જરૂરિયાત કઈ છે એ પૂછી તો જુઓ.
કહે છે દુનિયા કે પથ્થર સમાન દિલ હોય છે પુરુષનું,
પથ્થરદિલના એ કિલ્લાને એકવાર ભેદીને તો જુઓ.
આપણી પર વૃક્ષની માફક છાંયડો પાથરનાર,
એ બાપના માથે આશીર્વાદ લઈને તો જુઓ.
